આવશે વિમાન એમ માનીને કથા સાંભળતા લોકો.
બેસતા કથામાં તોય પોતાની વ્યથા વાગોળતા લોકો.
કથા સાંભળવાની જાણે હરિફાઈ ચાલે જગતમાં,
સૂર લયના તાલે મસ્ત બનીને કેવું એ ઝૂમતા લોકો.
દાખલા દ્રષ્ટાંતો સાંભળી માથું હલાવતા જાય લોકો,
શેર શાયરી કે ફિલ્મી ગીતોમાં તાળી પાડતા લોકો.
મનોરંજનનું માધ્યમ ક્યારેક બની જતી હોય છે કથા,
સમય પસાર કરવા અર્થે જોને બહાર નીકળતા લોકો.
શું થયો સુધારો જીવનમાં એવું કદી પણ ના પૂછશો,
દીકરાની વહુને શાંતિ આપીને કથામાં શોભતા લોકો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#વિમાન