લીધું છે #
બે કાંઠાને સરખી રીતે સાચવીને વહેતી
માં તે લુપ્ત સરસ્વતી નું સ્થાન લીધું છે.
પ્રેમ આંસુ લાગણી એ બધા શબ્દો ને ભેગા કરી
માં તે તારા નામે બધા જમા કરાવી લીધું છે.
મૃગજળ તરસ તાપ બધું ભેગું કરી
રણ ને મનના ખૂણા માં સ્થાપિત કરી લીધું છે.
આંખો સદાય તેજોમય ચળકતી રાખવામાં
શમણાંઓ સઘળા મ્યાનમાં કરી લીધા છે.
ઠંડા અને શુષ્ક વાયરા હાડ થિજવી નહીં શકે
તડકાને તારણ હાર માની અપનાવી લીધો છે.
સંબંધો સઘળા અંતર્ધ્યાન થઈ ગયા પળવારમાં
શોધવા માટે જ્યારે દિવાનો સહારો લીધો છે.
દરિયાનું પાણી હવે મીઠું થાય તો કહેવાય નહીં
આંખોમાં સઘળી ખારાશને ઝીલી લીધી છે.
ઉર્વશી એચ ત્રિવેદી