Gujarati Quote in Motivational by શિતલ માલાણી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દીકરીને ચકલી કહેવામાં કોઈ વાંધો છે નહીં...
પણ, આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને !

આવી હોય ત્યારથી ફફડતી અને ડરતી...
હળવા પગલે ચકલીની જેમ ઠેસ ખાતી..
એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને!

અરીસામાં જોઈ મનોમંથન કરતી..
પોતાના પ્રતિબિંબ સામે હસતી - હસાવતી
એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને!

એક દાણા જેટલું  અમથું ખાઈ પીને..
બધા માટે જહેમત ઉઠાવતી ને સૌને સાચવતી
એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને!

એક એક ડગલે સાથ ને હાથ આપતી...
બધા સાથે મળીને માળો સજાવતી
એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને!

આંગણામાં એ જ્યારે રંગોળી પૂરતી...
ચકલીની જેમ સ્નેહનાં રંગોમાં આળોટતી
એ આપણા ઘરની વહુ પણ એક ચકલી જ છે ને!

-શિતલ માલાણી

Gujarati Motivational by શિતલ માલાણી : 111587653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now