આદત
માનવીને આદત પડી ગઈ છે, હર વાતમાં ટાંગ અડાવવાનિ, કરવા ખોટી પારકી પંચાત
બધિ ચીજો માં પોતાનુ ડાહ્પન દેખાડવાની, મુશ્કીલ કરવા, કોઇ સરળ વાત
દોઢ ડાહ્યાને ચેન નહિ પડે , જ્યાં સુધી બતાવે નહિ એ, એની અસલ જાત.
ભગવાન જાણે, શું મળે એને, ઊંડી કે પોહ્ળી કરવા હર તિરાડ, હર ફાટ.
નાની નાની વાતો નું કરે વતેસર, સગા સંબંધીઓ ને રંજાડિ, ભીડે બધાની સાથે બાથ.
પરમેશ્વર પ્યારા, શિદ પડે છે માનવને આવી આદત, આં ટેવથી દુર રેહવા, આપજે મને સાથ.
Armin Dutia Motashaw