મારી તાકાત...છે મારી પત્ની;
મારો વિશ્વાસ છે મારી પત્ની;
સુખમાં તો સાથ રહે હર કોઈ,
દુખ માં સંગાથ રહે મારી પત્ની;
જીવનની કાંટાળી કેડીઓ ઉપર,
બની હમસફર ચાલે મારી પત્ની;
ભવ સાગર ના ખરા તુફાન માંથી,
બની કસ્તી પાર પાડે મારી પત્ની;
મારૂં સમસ્ત જીવન મારી પત્ની;
મારૂં સમગ્ર જગત છે મારી પત્ની;
બિજી તો હું શું વાત કરૂં મિત્રો,
ખુદાની સોગાત છે મારી પત્ની;