Gujarati Quote in Story by DOLI MODI..URJA

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજણ ફેર.....

રમાએ રેખાને પુછયું,:-" યાર તને કેવો છોકરો ગમે ?લગ્ન કરવાં માટે !

રેખાએ ભોળી રમાની મશ્કરી કરતાં કહ્યુ, :-" ટોલ,હેન્ડસમ, થોડો શ્યામ હશેતો ચાલશે,પણ એ કોઈ  અજાણ્યા ગ્રહનો હોવો જોઈએ! એમા એવું છેને યા...ર... પૃથ્વી ઉપરતો બધાં આળસુ અને નકામાં જ છે, કોઈને પ્રેમ  -કે લાગણીની કઈ ખબર જ નથી પડતી, બસ ફાંકા મારવામાંથી ઉંચા નહીં આવે ,મને એવા છોકરા બિલકુલ પસંદ નથી.."

રમા વિચારવા લાગી રેખાની વાતતો સાચી છે,અહીંતો જયાં જુઓ ત્યાં સ્વાર્થ અને લાલચ ભર્યા પડયાં છે. પરતું બીજા ગ્રહના છોકરાનું માંગુ આવે કેવી રીતે...?એ વિચારોમાં ખોયેલી -એમને એમ ઘરે પોહચીં,બહાર હજું ચંપલ કાઢતી હતી અને એને મમ્મી પપ્પાની વાતો સંભાળી રામના પપ્પા કોઈ છોકરાની વાત કરતા  બોલ્યા, :-" એ રમા માટે કેવો રેહશે ?"

રમા ના મમ્મી જવાબ આપતાં બોલ્યાં, :-"ના....રે.. એ તો

બહુ દુરાગ્રહી છે,કઈ સમજે નહીં  છોકરી આપણી હેરાન થાય !

રમા ના મગજમાં ' દુરાગ્રહી 'સાંભળી ચમકારો થયો. એને થયું મારું ન થાયતો રેખાનેતો આવોજ છોકરો જોઈએ છે.

એતો ખુશ થઈ જશે એનો ગમતો છોકરો મળી જશે!એતો પાછી દોડાદોડ રેખાના ઘરે ગઈ,-અને કહયું:-" રેખા તારી જે

પસંદ છે,-એવો જ એક છોકરો મારાં મમ્મી પપ્પાની નજરમાં છે..!"

રેખા આશ્ચર્ય સાથે મનમાં મજાક ભર્યું મલકાતી બોલી,

:-" શું વાત છે !યાર,"

:-"હા, એ દુરાગ્રહનો છે. તારે એવા અજાણ્યા ગ્રહોમાં જ જવું છે ને લગ્ન કરીને....!

એ સાંભળી  રેખાના મમ્મી, રેખા અને એના પપ્પા જોર જોરથી હસવાં લાગ્યા.

એ જોઈ રમા બોલી,:-" હું સાચું કહું છું..! તમે મારી મમ્મી સાથે વાત કરોએ રેખાની વાત આગળ ચલાવશે..અને રેખાને પણ એનું ગમતું ઠેકાણું મળી જશે..અને હા..!કાકી આપણે બધાં પછી દુરાગ્રહ ફરવાં જશું રેખાના ઘરે.....!"

રમાની વાત ઊપર બધા હજું હસતાં હતા,અને રેખાએ પણ

એની મસ્તી લાંબી નહીં ચલાવતા રમાને કહયું,:-"ગાં....ડી....!

'દુરાગ્રહ'  કોઈ અજાણ્યો -કે જાણીતો ગ્રહ નથી. "

'દુરાગ્રહ' એટલે જીદ્દી, ખોટી હઠ કરવી,અને મમત ભરેલી કરવામાં આવતી જીદને 'દુરાગ્રહ' કહેવાય."

એ સાંભળી રમા શરમાઈ ગઈ. બે હાથની હથેળીમાં મોઢું છુપાવીને હસવાં લાગી,

એને જોઈ રેખા બોલી,:-"અ....રે.....મારી......ભો...ળી.....ભ..ટ..ક... ર.....મુ....તુ બહું સ્વીટ છે....એને રામને ભેટી બંને હસવાં લાગ્યાં.

🙏જય શ્રીકૃષ્ણ🙏

Gujarati Story by DOLI MODI..URJA : 111586672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now