ભીડમાં ઉભેલી એક વ્યક્તિ,
અચાનક આમ ખૂણે આવી,
ઘરે લઈ જવા લીધેલી કેક નીકાળી,
રસ્તે સુતા ,એ ભિખારીને આપી,
કેક કાપી ,એમ કહે,જન્મદિવસ છે મારો...
ભૂખ્યો,તરસ્યો, એ બીમાર સૂકા હોઠે...
શુ બોલતો એને મળ્યું કંઈક ખાવા અને,
જન્મદિવસે થઈ રસ્તે ઉજાણી...
આ કિસ્સામાં કદાચ "કરુણા"નો જન્મ પણ થયો લાગે છે...
#કરુણા
#કરુણા