ઉત્તરમાં પાટણની પ્રભુતા તો
દક્ષિણમાં દાદા સોમનાથ,
પશ્ચિમમાં દ્વારકાધીશ તો
પૂર્વમાં નર્મદાના મીઠા નીર
આવી છે ધરતી અમારી......
ક્ષત્રિયોની કહાની લખાઈ
ઇતિહસના પાને તો,
ચરણોના સપાકરા વખણાય
આવી છે ધરતી અમારી.......
સિંહને ભગાડતી ચારણકન્યા તો
રાજાને પછાડી માતાજી બનતી ચારણકન્યા,
મસ્તક કપાતા ધડ લડે એવા તો યોદ્ધા
પિતા બીજા ના રક્ષણ માટે પુત્રની આંખ નીચે ચાલતા થયા
આવી છે ધરતી અમારી........
પટેલની દીકરી માટે પોતાની નાત છોડતા
દીકરીની લાજ પોતાની ગણતા,
સ્ત્રીઓને દેવીની જેમ પૂજે
આવી છે ધરતી અમારી.......
પાનબાઈ, નરસિંહ મહેતા દિવાના છે તો
વીર હમીરજી જેવા રક્ષક છે સોમનાથ ના
આવી છે ધરતી અમારી.......
લખવા બેસી તો કાગળ પૂરા થઇ જાય ને
કહેવા બેસી તો મુખ થાકી જાય
આવી છે ધરતી અમારી......