"ઝલક"
તમારા સ્નેહ ની સહઝ મને ઝલક આપો,
નઇતર હું વિટળાય જઇશ તમારી યાદ માં..!
તમારી લાગણી ભરી નઝર ની મને એક ઝલક આપો,
નઈતર હું ખોવાય જઇશ તમારા સપનાઓ માં..!
તમારા પ્રેમ ની મને સહઝ એક ઝલક આપો,
નઈતર હું ડૂબી જઈશ તમારા પ્રેમ ના સાગરમાં..!
તમારી યાદો ની સપનાઓ ની પ્રેમ ની સહઝ એક ઝલક, "સ્વયમભુ" બની ઝળકાવી દયો મારા મન મંદીર માં..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"