Gujarati Quote in Blog by Nidhi kothari

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ક્યારેક ખુબજ ઊંડા વિચારે ચડી જાઉં તો મને એમ થાય ...કે જે પુરુષ તમારો છે જ નહિ , એ કોઈ બંધને બંધાયેલ નથી કે ના તો એને કોઈ એવો સંબંધ છે સમાજ ની દ્રષ્ટિ એ ...તો પણ એ પુરુષ પોતાના સમાજ કે ઘર કે પ્રકૃતિ થી વિરૃદ્ધ જઈ ને એક બીજી સ્ત્રી ને ચાહે. અનહદ ચાહે , એના રોજિંદા જીવન માં એ સ્ત્રી ને ઘડી કાઢે ,જાણે એ એનો એક ભાગ ,અથવા ક્યારેક સર્વસ્વ .
હંમેશા બધા સંબંધો શારીરિક ખેંચાણ પૂરતા જ ના હોય ...એમાં માનસિક શાંતિ અને ઇમોશનલ કમ્ફર્ટ હોય..તમને એમ થાય કે કૈક જે હંમેશા ખૂટતું રહ્યું ....એ અહીં આવી ને પૂરું થયું ..પુરુષ એટલે પૌરુષત્વ થી છલકાતો..ખાલી શરીર થી નહિ હૃદય થી પુરુષ ....અને મને જયારે તારી સાથે જેટલો સમય મળે ,વાત કરવાનો કે મળવા નો હું હંમેશા કૈક નવું જ મેળવું ....તારો અવાજ જાણે કાન માંથી સીધો. હૃદય માં ઉતરે..હંમેશા મને એક હાશકારો
થઇ જાય ..શું તે કોઈ વાર વિચાર્યું છે ? કોઈ સ્ત્રી...તને આટલું ચાહી શકે ? એના રોજિંદા જીવન માંથી બાળકો પતિ ઘર અને એવું કઈ.કેટલું નાનું મોટું કામ જે ફક્ત સ્ત્રી જ કરી શકે એમાંથી સમય કાઢીને સતત તને યાદ કરવું કે પછી વાત કરવી....કોઈને પણ અન્યાય ના થાય એની તકેદારી રાખી ને .....તારી ના હોવા છતાં આંખે આખી તન મન વચન થી તારી ...સતત એકધારી અને તારી...❤️....
કેટલું વિચિત્ર પણ કેટલું પ્રેમાળ .....જે તમને ક્યારેય મળવા નું જ નથી એની પણ આટલી ઘેલછા ...આટલું સમર્પણ ,આવું ત્યારેજ શક્ય બને જયારે તમે એક તાંતણે બંધાયેલા હોય , બસ હૃદય ના .હું હંમેશા થી એવું માનતી આવી છું કે જે થાય છે એની પાછળ ચોક્કસ કોઈ કારણ હોય જ છે .તો આપણા મળવા પાછળ પણ કોઈ અદભુત કારણ કામ કરી ગયું હશે. તારા નહિ હોવામાં પણ તારીજ અનુભૂતિ છે.આનાથી વિશેષ શું જીવન ની સ્મૃતિ છે? ...❤️

Gujarati Blog by Nidhi kothari : 111584996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now