Gujarati Quote in Sorry by Tr Mrs Snehal Rajan Jani

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનાં આ વિશ્વ પશુ દિને પશુ વિશે જ કંઈક ચર્ચા કરી લઈએ. પણ હું ચાર પગવાળા નહીં બે પગવાળા પશુની વાત કરવા માંગુ છું. કોઈએ ધારી લેવાની જરુર નથી કે હું અહીં પુરુષો સ્ત્રીઓ પર કરી રહેલ અત્યાચારની વાત કરવા માંગુ છું, કેટલીક સ્ત્રીઓ પણ આમાં આવી જાય છે.
આજકાલ જે સમાચારમાં જોવા મળે છે કે કોઈ છોકરી કે સ્ત્રી પર બળાત્કાર કરી તેને જીવતી સળગાવી દીધી, તો કોઈની જીભ કાપી લેવામાં આવી, તો કોઈકની કમર ભાંગી નાંખી, તો કોઈને બંદી બનાવી મહિનાઓ સુધી તેનાં પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. આ બધાં કિસ્સાઓ વાંચીને કે સાંભળીને એ વિચાર આવે છે કે એ માનવી આ બધુ કોની પાસેથી શીખ્યો? અરે, કોઈ પશુ પણ આટલી નિર્દયતાથી અન્ય પશુ સાથે વર્તન નથી કરતો. શું સ્ત્રી એ માત્ર ચુંથવાની જ વસ્તુ છે? સારા દેખાવું એ સ્ત્રી માટે ગુનો છે? કે પછી પુરુષની માનસિકતા જ એવી થઈ ગઈ છે કે સ્ત્રીને એ માત્ર લાલચુ નજરોથી જ જોઈ શકે છે? શા માટે? આનો ઉદ્દભવ થાય છે ઘરમાં કરવામાં આવતી દિકરા દિકરી માટેના ભેદભાવની પ્રથાથી. ઘરનો દિકરો કે પુરુષ ટુવાલ વીંટીને આખા ઘરમાં ફરશે તો કોઈને વાંધો નથી આવતો પણ જો દિકરી કે સ્ત્રીનો દુપટ્ટો કે પાલવ થોડો પણ સરકી જશે ને તો બધાં એ રીતે એને ખીજવશે કે જાણે એણે કોઈનું ખૂન કરી નાંખ્યું. આ બાબત આમ તો સામાન્ય લાગે છે પણ એક છોકરા કે છોકરીના મનમાં ઉત્સુકતા પેદા કરે છે કે એવું તો શું છે કે આમ છુપાવવુ પડે છે? ધીમે ધીમે પછી અંદરનો પશુ જાગૃત થાય છે, અને ઉપર દર્શાવેલી ઘટનાઓ આકાર પામે છે.
હવે રહી વાત સ્ત્રીઓની. આપણાંમાં કહેવાય છે ને કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, એ ઉક્તિ ઘણી જગ્યાએ સાચી પણ પડે છે. કોઈક જગ્યાએ સાસુ માત્ર એટલાં માટે વહુને મારે છે કે ઘરમાંથી કાઢી મૂકે છે કે પછી પશુ જેવું વર્તન કરે છે કે એને દિકરો નથી થતો, માત્ર દીકરીઓ જ છે. શું આવી માનસિકતા ધરાવતાં ઘરનો વંશવેલો અટકી જ ન જવો જોઈએ? દિકરો પણ નહીં ને દિકરી પણ નહીં. શું એમને એ ખબર જ નથી કે દિકરો કે દિકરી થવી એ સંપુર્ણપણે એક પુરુષના જનીન પર આધાર રાખે છે? આવા પશુઓના ઘર તો વંશ વારસ વગર જ અંત પામવા જોઈએ. કેટલાંક ઘરોમાં તો બર્બરતાની હદ થઈ જાય છે. જો સ્ત્રીને બાળક ન થતું હોય તો ઘરની જ અન્ય સ્ત્રીઓ દ્વારા એને એનાં સસરા કે જેઠ કે દિયરનાં હવાલે કરી દેવામાં આવે છે અને પતિ મૂક પ્રેક્ષક બનીને જોતો રહે છે. શું આ જ છે એની જવાબદારી?
આ બધાં કરતાં તો પશુ સારા. આપણો થોડો પણ પ્રેમ મળે ને તો ખૂંખારમાં ખૂંખાર પશુ પણ આપણાં વશમાં રહે છે, આપણને વફાદાર રહે છે. હવે લોકોની માનસિકતામાં સુધારો આવ્યો છે પણ એટલો બધો પણ નહીં કે એક સ્ત્રી કે છોકરીને પવિત્ર નજરે જ જોવામાં આવે. હજુ પણ ઘણાં પુરુષોમાં રહેલો પશુ કોઈ સુંદર સ્ત્રીને જોતાં જ હુમલો કરવા યોજનાઓ બનાવવા માંડે છે.
અંતે, એક વિનંતિ કે આ મારા પોતાનાં વિચારો છે તો કોઈએ પોતાનાં મન પર લેવું નહીં. સામાન્ય ચર્ચા જ કરી છે, કોઈને વ્યક્તિગત આંગળી ચીંધી નથી.🙏
#પશુ

Gujarati Sorry by Tr Mrs Snehal Rajan Jani : 111584676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now