હિંસક બની હિંસાનો ગુણ ,માનવી એ ખુદ પશુઓથી લીધો ...
શરમાય છે પશુ પણ જોઈ,માનવીએ ભોગ માનવીનો જ લીધો...
કહેડાવે પોતાને માનવી ,પણ કામ એવા કરે ,જે છે પશુતા...
માનવતાનો ગુણ છોડી જાણે ,હીનતાનો શ્રાપ એને લીધો...
અબોલ પશુનો ભૂખ વિકાર, જે કરાવે એને શિકાર...
અહીં માનવીએ આદમખોર બની અબળાનો જીવ લીધો...
શરમાય છે પશુ પણ,માનવીનાં કામ અને કહેવાય પશુતા...
પોતાની ભૂલ છુપાવવા માણસે પશુનો આશરો લીધો...
નરાધમ બનેલ વિશ્વમાં ઓ માનવી ક્યાં સુધી આમ કરીશ...
બળાત્કાર સર્વોચ્ચ હિંસા છે, જેનો લાભ જાતિવાદે લીધો...
#પશુ