ચાર પગ કે શિંગડા - પૂંછડું હોવા માત્રથી કોઈ પ્રાણીને પશુ કહેવું તે પશુતા છે. પશુ કોઈ પ્રાણીના
દેહમાં નહીં, મનમાં વસે છે. જે પ્રાણીમાં વાત્સલ્ય, વફાદારી, જવાબદારી, સંયમ, સમય પાલન, પરિશ્રમ, એકાગ્રતા, નૃત્ય જેવા કોઈને કોઈ ગુણ રહેલા હોય, જેનું શરીર ભલે આડું હોય છતાં જે સીધા રસ્તે ચાલ્યું જતું હોય એને પશુ કઇ રીતે કહી શકાય? અને ઉપરના ગુણોમાંથી કોઈ ગુણ ના હોય એવો માણસ ભલે શરીરથી સીધો હોય પણ ચાલતો આડા રસ્તે હોય તો એને માણસ કેમ કહી શકાય ???