જરૂરીયાત હતી આત્માને એક શરીરની
બાકી વાર્તામાં લખાયેલા પાત્રો ક્યાં ઓછા હતાં!
જરૂરીયાત હતી આશાને એક શ્વાસની
બાકી જોયેલા બઘા સપનાં ક્યાં પુરા હતાં!
જરૂરીયાત હતી સ્મિતને એક ચહેરાની
બાકી અરીસામાં દેખાતા પડછાયા ક્યાં ઘુઘળા હતાં!
જરૂરીયાત હતી લાગણીઓને આંખોની
બાકી કાગળ પર લખાતા શબ્દો ક્યાં વ્યર્થ હતાં!