રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે એમને વંદન.....
માન્યામાં નથી આવતું કે_ગીતા_
આ એજ દેશ છે જ્યાં
રામ-કૃષ્ણ જન્મ્યા હતાં,
જ્યાં હરિશ્ચંદ્ર સતવાદી થયા હતા,
જે સત્યને કાજ વેચાણા હતાં
જ્યાં ધર્મ રાજ યુધિષ્ઠિર અવતર્યા હતા,
જ્યાં ધર્મ ની ધજા વિવેકાનંદે વિશ્વ માં
લહેરાવી હતી,
જ્યાં ન્યાય-વચન માં ઈશ્વર નો વાસ હતો,
જ્યાં વિશ્વ ગુરુ સ્થાને આ દેશ હતો,
જેણે દુનિયા ને જીવન શૈલી શીખવી હતી,
જે દેશ સંસ્કૃતિ માં મહાન હતો,
જે સોનેકી ચિડિયા કહેવાતો,
કલાની દિશા માં અજોડ હતો,
વિજ્ઞાન-ખગોળ તેનાં પ્રમાણ હતાં,
જે દેશ ને સત્ય-અહિંસા નાં શસ્ત્રે
આઝાદી મળી આજે એ સત્ય અને અહિંસા નાં
કેવાં બૂરા હાલ છે ?
આજે એ સત્ય અને અહિંસાના
સિદ્ધાંતની કેવી હિંસા થાય છે અને
એક માનવી સ્વાર્થ નાં સંબંધે બીજા નાં
કેવાં ગળાં કાપે છે? કોઈ તો કહો શું
આ એજ ગાંધી નો દેશ છે જ્યાં
બુદ્ધ અને મહાવીર પણ થઈ ગયા?
✍️...© drdhbhatt...