આમ આસાનીથી નથી મળતું કંઈ,
મેહનત કરવામાં પણ સમય લાગે છે,
ઝાડ તો તમે વાવી દેશો આંબા કે બાવળના,
ફળો કે કાંટા આવતાપણ સમય લાગે છે,
આમતો કંઈ કેટલાય વાદળો આકાશમાં ઘેરાયેલા હોયછે,
વરસાદ વરસતા પણ સમય લાગે છે,
આમતો કંઈ કેટલાય ચેહરો દેખાતા હોય છે સંસારમાં,
કોઈને દિલમાં ઉતરતા સમય લાગે છે,
સમય તો બધાની પાસે હોયજ છે,
કોઈને સમજવા પણ સમય લાગે છે,
ખુશી તો ભગવાન વિખેરી રહ્યો છે ચારે કોર,
ખુશીઓને ભેગી કરતા સમય લાગે છે,
રાહિતો કેટકેટલાય મળે છે આ ઉડતા સંસારમાં,
કોઈને હમસફર બનતા સમય લાગે છે,
દાવો તો કરશે લોકો તમને સમજવાનો પૂરા હક થી,
પણ ક્યારેક ખુદને સમજતા પણ સમય લાગે છે.
B+ve
-Krishna