#મહાત્મા
એ બાપુ,
જન્મજયંતિએ તમને શું આપું?
અસ્વચ્છતા, અસત્ય, હિંસા
નથી કાંઈ ઘટ્યાં... તો ખોટા વચનો હું ન આપું...
જન્મજયંતિએ શું તમને આપું?
ભ્રષ્ટાચારને લાંબા પગ આવ્યાં
શિષ્ટાચારને મોઢે મગ વાવ્યાં
નથી ક્યાંય હવે સભ્યતા...તો ખોટા દિલાસા કેમ આપું..
જન્મજયંતિએ તમને શું આપું?
શિક્ષિત તો સૌ થયાં..
આરક્ષિત થવા ચોર થયાં...
'મહાત્મા'ના નામે ચરે ...તો ખોટા આંસુ શું આપું..