#મહાત્મા
જેમને વિશ્વાસ હોય કે એમના સ્વર્ગસ્થ થયાના વર્ષો પછી તમારી વસ્તુ(ચશ્મા જેવી નાની) અમેરિકાનો (એવો દેશ જ્યાં અમેરિકન ન હોય એવી વ્યક્તિઓને ગાંઠતા પણ નથી)કોઈ વ્યક્તિ 2.25 કરોડ આપી ખરીદશે એ જ ગાંધીજી વિશે ટીકા કરજો. કદાચ હવે સોશિયલ મીડિયા થકી લોકોએ એમને જાણ્યા હશે, પણ પોતાના દોષો ને ભૂલો ખુલ્લેઆમ સ્વીકારનાર એ ખાદીધારી મહાત્મા ગાંધી મારા માટે તો પૂજનીય જ છે. ગાંધી શું કરી શકતા હતા એ ચર્ચા જ અસ્થાને છે. પોતાના જ પુત્રોને વારસામાં મળવાની 10 વીઘા જમીન જીવતે જીવ ન સોંપી શકનાર હવે ગાંધીના ત્યાગની ટીકા કરે છે. શ્રીમદ્દ રાજચંદ્ર જેના ગુરુ હોય એ વ્યક્તિ મારા માટે તો સંત જ છે. દેશ માટે પોતાના ખુદના દીકરાનો બળવો સહેનાર એક પણ નેતા અત્યારે મળી જશે ત્યારે ગાંધીજી માટેની મારી અંધભક્તિ પર પુનઃવિચારણા કરીશ. બાકી તો બાપુ તો બાપુ હતા ને રહેશે, न भूतो न भविष्यति । બાકી મારી જન્મભૂમિ પર તો ગર્વ રહેશે કે એણે દેશને ગાંધી આપ્યા......
- હિના