* એક શરત *
ચાહો જો મને તો ,ચાહતની છે એક શરત ,
એકવાર લીધા બાદ આપું ના હૈયું પરત ,
ને વિચારું તો , હાજર રહેવું પડે તરત ,
તારા મારા પ્રણયની હો આ એક શરત ,
સમાયા બાદ એકમેકમાં કોઈને ના જડત ,
ભલે ને શોધે આપણને આખુ જગત ,
ગૂંથાય શ્વાસોશ્વાસ જાણે તાણાવાણાની વણાટ ,
સર્જાયે એમ જાણે કુશળ કારીગરે કરી હો ભરત ,
સાંભળ !,પ્રેમની ના બની જાય આ કોઈ રમત ,
તું હો સંગાથે તો શ્વાસોની પણ વર્તાશે અછત ,
પ્રવેશું તારા હૃદયમાં એમ પડઘાતી રહે મારી આહટ ,
વ્યસ્ત રહીએ એમ કે રિસાવા માટે ના હો વખત ,
જીવનની અણમોલ મૂડી બને આપણી ચાહત .