મળી છે જે ક્ષણો તું ,વાપરી જાણે,
ને ઝાકળ જેમ , જાતે તો મરી જાણે;
ગજબની,ચક્કી તું પીસી રહ્યો હરદમ,
પિસાતા ભેદ ખીલા નો , જરી જાણે;
મહેફિલ છે , મહોબતની, ખરેખર જો,
તું હર શ્વાસે, જ ત્યાગીને ભરી જાણે;
તુટીને માળો વિખરાઈ , જશે જોજો,
હા સ્નેહે ગૂંથી રાખી પરવરી જાણે;
સદા આનંદ હરિ દર્શન, તું પણ પામે,
જો અનહદ પ્રેમ તું ,એને કરી જાણે;
-મોહનભાઈ આનંદ