લાગતું
એને ઉપરછલ્લુ લાગતું ને
એનું દર્દ મને અંદર સળકવા લાગતું
વાચાને રોકી, તો દિલ ને વસમુ લાગતું
પછી આંખનું આંસુ દડ દડ ભાગતું
તનનું દર્દ એનું ,મને મારા મનનું લાગતું
દર્દનો ગુલામ બની, મન મારુ દૂર દૂર ભાગતું
એ સમજે છે મારી મનસ્થિતિ ,એવું લાગતું
પણ મારું મન ચાલુ તન થી દુર દુર ભાગતું
રહેવાતું નહીં તો લાગણીને બહુ ખોટું લાગતુ
વિચારોના વંટોળમાં ચકરાવે ચડીને મન ગોળ ગોળ ભાગતું
@રોહિત જોશી