આ તારી આંખો ના બાણ ,
ને નજરું ના તીર ...
તારા હોંઠો ની તલવાર ,
ને ધાર કાઢેલું " સ્મિત "...
કેશુઓ ના કાફલા અને ઉડતી "લટો" નું લશ્કર ...
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી " જંગ " નું ?!!!
જરા'ક ચોખવટ કરી દે તો ખબર પડે કે ....
મારે "મળવા" આવવાનું છે
કે " મરવા " ... !!!