યાદ તમારી પ્રાણ પૂરે છે મારી જિંદગીમાં.
નિતનવાં સ્વપ્નો ભરે છે મારી જિંદગીમાં.
નથી કલ્પી શકતો ગેરહાજરી તમારી કદી,
આશાઓ જન્મેને મરે છે મારી જિંદગીમાં.
જો થાય બાદબાકી તમારી કર્મસંજોગથી,
અશ્રુઓ ચક્ષુઓમાં ખૂટે છે મારી જિંદગીમાં.
બિંબ પ્રતિબિંબ સમા રહ્યાં આપણે કદી,
આગમને નૈન કેવાં ઠરે છે મારી જિંદગીમાં.
લાખો દુઃખોને દઉં વિદારી જો આવે વળી,
ડગલે પગલે તું સાંભરે છે મારી જિંદગીમાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.