Gujarati Quote in Motivational by Hardik Boricha

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને મળવું ઠીક ન લાગે તો ભલે ન આવતી તું
પણ તારી આબરૂનો વિચાર લઈને નિકળજે.....!

વાસનાથી ભૂખ્યા છે એ માનવોના ટોળા હવે
તું સાથે સખીઓ બે ચાર લઈને નિકળજે.....!

તારા ચહેરાને નથી ચાહતું કોઈ ઉપેક્ષિતની જેમ
હવે રોજ ઘરેથી તું હથિયાર લઈને નિકળજે.....!

મારે નથી જોવી તને તૈયાર થયેલી હવે સખા
તું સાવ સાદો જ શણગાર લઈને નિકળજે.....!

તારા આ નરમ અવાજથી નહિ ડરે હેવાનો
હવે તું એ અવાજમાં ધાર લઈને નિકળજે.....!

શરમથી આંખો ઢાળી દેવાની એ સમય ગયો
સનમ હવે આંખોમાં અંગાર લઈને નિકળજે.....!

# Justice for manisha

😢😢😢

Gujarati Motivational by Hardik Boricha : 111581704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now