*પાનાં જુની ડાયરીનાં.. ફાડીને દુર નાખ્યા,*
*લોકોને ટુકડા જોડી જોડી વાંચવામાં રસ પડ્યો,*
*કોને નિસ્બત છે અહીં*
*ધબકતા માણસની હયાતીથી,*
*લોકોને "આજ' છોડી ગઇકાલ ખોદવામાં રસ પડ્યો,*
*ચપોચપ બંધ કર્યા'તાં*
*બારી બારણાં કહાણીનાં,*
*લોકોને તિરાડમાંથી.. જોવામાં રસ પડ્યો,*
*બચાવતો રહ્યો એક કિસ્સો દુનિયાની નજરથી,*
*લોકોને જગજાહેરમાં*
*મુઠ્ઠી ખોલવામાં રસ પડ્યો,*
*બહુ તકલીફમાં ફરે છે*
*ઓઢી સ્મિતનું પહેરણ,*
*લોકોને હસવાનું કારણ શોધવામાં રસ પડ્યો,*
*આયુષ્યરેખા ભુંસવાની હરીફાઇમાં ભીડ હતી,*
*લોકોને કેમ જીવી ગયો જાણવામાં રસ પડ્યો,*
*રાખ્યું મૌન જો.. કથળેલી હાલત પર,*
*લોકોને વાત વધારી વધારી ચર્ચવામાં રસ પડ્યો,*
*પત્થર બની ગયો એ સંજોગોને આધિન થઈ,*
*લોકોને મજાકમાં*
*ઠોકરો મારવામાં રસ પડ્યો,*
*પરિશ્રમ ઊંચે જવા*
*કરોળિયા જેમ કરતો રહયો,*
*લોકોને ડગલે પગલે*
*નીચે પાડવામાં રસ પડ્યો,*
*જીવનમાં ખેલ ખેલાયો,*
*બની ગયો તમાશો,*
*લોકોને ચીરહરણનો આનંદ*
*પામવામાં રસ પડ્યો,*
*સંજોગો નો શિકાર..જનમ થી જ હતો,*
*લોકોને મરેલાંને ફરી*
*મારવામાં રસ પડયો,*
*આયખું આખું બળીને.. શું બાકી હશે એનામાં,*
*લોકોને ભેગા મળી*
*પૂરો બાળવામાં રસ પડ્યો.*
*🙏🏻🙏🏻*