જોયું જ્યાં એના ફળિયામાં,
હાથ રહી ગ્યો આગળિયામાં,
છપ્પન ભોગ ભુખ્યા રેશું,
જીવન ગયો છે તાજળિયામાં
તારામંડળ જોવું છે ને
આવો મારા ઝળઝળીયાં
પોસ્ટઓફીસ લેવા આવું
તૂં જો આવે કાગળિયામાં
દિકરાને શું તાવ ભરાયો,
માં બેસી ગઈ માદળિયામાં.
એણે પલ્ટી મારી જોયું,
ગુલાબ ઉગ્યાં બાવળિયામાં,
ટોચ ઉપર તો ટોચ મળે પણ઼
રાઠોડ તળિયું કયાં તળિયામાં..
લિ.જયદેવ રાઠોડ
#તળિયું