ન કેવળ ચળકદાર પરંતુ મોભાદાર જીવન જરુરી
આંતરિકને બાહ્ય બંનેમાં સમાકાર જીવન જરુરી.
નક્કરતા સિધ્ધાંતોની ડગલેને પગલે સાચવવાનીને,
કરણી કથની વચ્ચે હોય એકાકાર જીવન જરુરી.
આડંબરનો પર્દાફાશ થયા વિના નથી રહેતો કદીએ,
જિંદગીમાં સામ્ય વિચારને આચાર જીવન જરુરી.
કોઈના માટે ઉદાહરણરૂપ બનવી જોઈએ જિંદગી,
પછી આખરે ના રહે કાંઈ મનોભાર જીવન જરુરી.
પ્રાર્થના હે ઈશ તમને થોડી દેજે પણ સારી જિંદગી,
દીપી ઉઠે કુટુંબ સમાજના સંસ્કાર જીવન જરુરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#ચળકદાર