#ચળકદાર
ચમક દમક નો છે જમાનો
ચળકાટ જોવા માં સૌને પ્યારો
ચળકદાર ચમકતા થવા કરવો પડે પહેલા
અંધારા નો સામનો ત્યારે સાચી કિંમત અંકાઈ
ઘડાય હીરા ને સોના ઘા સહી
ત્યારે ચળકદાર ચમકતા દેખાય
દીતિમિર ને પછાડી સૂર્ય ના કિરણો
પાણી ઉપર લાગે ચળકદાર મનમોહક
દીવા ની જ્યોત બળી જાતે
આપે ચળકદાર ચમકતી રોશની
અગરબત્તી ધીમે ધીમે અસ્તિત્વ ગુમાવી
આપે ખુશ્બુ મજાની વાતાવરણ મહેકાવી
ચમકવું એવું કે ચળકાટ ક્યારેય ઓછો ના થાય
ચમકવું તો ચાંદ ની જેમ ચમકવું કે બીજા ને શીતળતા અનુભવાય