Gujarati Quote in Poem by Parl Manish Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સ્વચાલિત

સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

રોજબરોજ છાપાં માં બળાત્કાર ના સમાચાર
'ને દહેજ ન મળતા જીવતા ચિતાસ્નાન તે દીકરી નું
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

ઉચ્ચ સ્થાને પહોંચવા પુરુષ વાસના નો ભોગ
'ને કાર્યાલય ના સ્થાને થતો દુર્વ્યવહાર
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

સ્ત્રીપ્રધાનતા ન સ્વીકારવા થયેલા વિરોધ
'ને સ્ત્રી ને આજે પણ પગ ની પાની સમજતી વિચારસરણી
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે
જયારે આ દેશ માં દીકરી સાથે અન્યાય થાય છે.....

-પર્લ મહેતા "યાકિ"

Gujarati Poem by Parl Manish Mehta : 111580069
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now