નવા રદીફ કાફિયાનું શહેર વસાવું તો, કદાચ શબ્દોનું રણ જશે !
અષાઢ જેવું કઈક કલમને ચખાડું તો, ખાલીપાનુ આવરણ જશે !
એમ કઈ ગોઠણે હાથ દીધા જેવું ન માની લેવું જીવનનું સફર,
વેદના ખમી હોઠ પહોળા કરો તોય, કપરાકાળની માત્ર ક્ષણ જશે !
આવું ? એમ પૂછીને થોડી આવે છે આફતો કહ્યાગરા કંથની જેમ !
ટપોટપ નનામી ઉઠતા જુઓ તોય, માંગશો ત્યારે તો મરણ પણ જશે..
જૂની તસ્વીરોમાં જ સચવાઈ રહે છે હાસ્ય બધાનું અકબંધ,
હસવાનું કહો વર્તમાનમાં તો, સુખનું એકાદ બચેલું સ્મરણ જશે !
હવાતીયા રોજ મારે જીવ, મળી જાય થોડા પ્રયત્નોથી જો સફળતા,
દ્વાર બધા બંધ થશે ત્યારે આપોઆપ ખુદા તરફ જ ચરણ જશે....
© હિના દાસા