શુ દીકરી દિવસની ખુશીઓ માનવું સાહેબ.. અહીં નાનપણ થી લઈને 20 વર્ષ વ્હાલથી મોટી કરવી ને પછી કર્તવ્યના નામે દીકરીને પિયરમાં થી વળાવી એ જ ધ્યેય રાખવામાં આવે છે ને જો એમાં વિલંબ થાય તો એજ વ્હાલસોયી દીકરી પછી બોજ બની જાય છે.
દીકરી કરતા સમાજના લોકોની વાતો વધુ મહત્વની બની જાયછે ઈજ્જત ખાતર કેટલીય દીકરીઓનું મૂંગા મોઢે જીવન ટૂંકાય છે. ક્યાંક દર્દમાં પણ હસતા મોઢે દીકરી ખોટું સુખી છે એમ નાહકનો દેખાવ થાય છે પણ અંતરતો રોજે દીકરીનું બળી જાય છે.. શુ દીકરી દિવસ મનાવું હું વાંક કે ભુલ કોઈનો દીકરો કરે પણ અંતે બદનામ કોઈની દીકરી ને જ કરાય છે સાવ દંભીઓ વાહિયાત વિકૃતિવાળા અહીં છડેચોક ફરે જાય છે.પણ હરફ જો સત્ય કોઈનેય મુખે ચર્ચાય છે હેરત મને એ જાણી થાય છે
-Bhavna Jadav