હું કોઈ પણ દિવસ મનાવવાનો વિરોધી નથી, પણ મનમાં વિચાર આવે છે શા માટે માત્ર એક જ દિવસ? કેમ આપણે બધા જ દિવસો બધાના માટે ના મનાવી શકીએ ? બસ એક જ દિવસ આપણે આપણા મમ્મી,પપ્પા,પુત્રી એવા બીજા અનેક દિવસો માટે આપણો પ્રેમ social site પર બતાવીશું, બાકીના બધા દિવસો શું? હું ચોક્કપણે કહીશ કે જે લોકો આ પ્રકારના status મૂકે છે તે લોકોમાંથી ૯૦% લોકોને ખબર નથી કે આ દિવસ કેમ મનાવવામાં આવે છે, પણ બીજા કરે છે એટલે આપણે પણ ફોટા મૂકવા, સારા status મુકવા, લોકોને બતાવવું કે આપણે તે વ્યક્તિને કેટલો પ્રેમ કરીએ છે, શું તે યોગ્ય છે? આપણે આંધળી દોડ મૂકીને તેનું અનુકરણ કરીએ છીએ, મારા હિસાબે આપણે તેનાથી બચવું જોઈએ, હોઇ શકે ઘણાને મારી આ વાત ગળે ના ઉતરે પણ શાંતિ થી વિચારજો, તમારી મનગમતી વ્યક્તિ ને તમે કેટલો પ્રેમ કરો છો તે બીજાને બતાવવા કરતા તમે તે વ્યક્તિને બતાવો, કદાચ તે જ તમારો સાચો પ્રેમ તેના માટે હશે.
- કેયુર શાહ