Gujarati Quote in Story by Nisha Sindha

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

     ચીથરે હાલ એની સાડીનો પાલવ ખેંચતા એને એની બાજુ સેજ ખસેડી બાહો માં લેવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
બહાર ઝરમર ઝરમર વરસાદ ગાઢ અંધકારમાં એનું મન એની પત્ની તરફ વળ્યું.
      ટપ ટપ વરસાદનો અવાજ માં મેં મારી ઘરની બહાર જોયું. લેખકે અતિ રસ પૂર્વક એ દ્રસ્ય નિહાળ્યું.
     કંઈક નજર દોડાવી ઘરની બારીના ઓટલે પતિપત્ની બેઠાંતા પત્ની બે હાથના ધક્કા થી પતી ને ધક્કો મારતી હતી.ખોળામાં બાળક પાલવમાં હતું.એની બરોબર બાજુમાં 
ત્રણ બાળકો સુતા હતાં.
    લેખકે એ લોકોની વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો. જોતા નથી આ ત્રણ ને આ ચોથું લઈ સૂતી છું.આઘા ખસો ઉઠી જશે એય સાંભળો છો ફરી ધક્કો માર્યો અંધકાર વધુ હતો.લેખક એલોકો નો ચેહરો જોઈ શકે એમ નહતા.પણ અક્ષરશ:બધું જ સંભળાય રહ્યું હતું એ વારેવારે ધક્કો મારે પેલી એટલી જ જોરે એને ધક્કો મારતી જાઈ.
    એજ ક્ષણે તેને મેલા ઘેલા કાપડના થેલા માથી પેપરનો માં કઈ વીટેલ પેલી ના હાથે મુક્યોને માથે હાથ ફેરવ્યો.હજુ એ ઝરમર વરસાદ ને ઠંડી હવા ચાલી રહી હતી.
     એ બન્નેની પીઠ લેખકના મૂખ તરફ હતી.પણ કઈ એ ખાઈ રહી હતી.પત્નીએ પોતાનો હાથ પતીને ખભે મુક્યો.
ને બન્ને બસ.
   લેખકે બન્ને ને એકાંતમાં એકલા છોડવા બારી બંધ કરી પોતાના બન્ને હાથથી ચશ્માં કાઢ્યા પહેરેલ કુર્તા થી સાફ કર્યા.
   કલમ પકડી જે દ્રસ્ય જોયું એને હંમેશને માટે પોતાની
ડાયરીમાં નોંધ્યું...
    એકલતા ના અભાવે હું લેખક બન્યો તો...
     તારા આગમન થી હું કલમ ખોય બેઠો તો...
    તારા અચાનક વણનોતરેલ આ રોગ થી હું ઘવાયો...
     જ્યાંથી શરુ કર્યું ત્યાં જ જય ચઢ્યો...
    આજે તો કલમ પણ જાણે હાસ્ય કરી ગઈ...
    કેમ એકલતા મિત્ર બની ગઈ એમ કહી ગઈ... 

    સાચેજ જ્યાં કોઈ માંગણી ના હોય... 
    વાત કે દલીલ ના હોય એ શું જીવન... 
      રોજ કોઈ નવું પાનું ખુલે....
      વાતો ઢગલા બંધ હોય....
      મિત્ર બસ હું ને તું જ હોય...
        ને અચાનક જ.....
            લેખક જાણે કોઈ અવાજની દિશા તરફ જુક્યા...
    કલકલ અવાજ ની દિશા માં ફરી પાછા બારી ખોલી જોયું... અંધકાર ધીમે ધીમે દૂર થતો હતો.
    આં શું  આ બેવ આંખે અંધ છે મોટા દીકરાએ બાપની આંગળી જાલી તી.
    બે દીકરી બાપ ની બાજુમાં ચાલી ને મા...ના હાથ માં બાળક ને માથે કપડાંનું પોટલું હતું ને રસ્તાની વાટ પકડી.
     ઓહ ! એમ ઉદ્દગાર નીકળ્યો  કેટલો પ્રેમ રાતની યાદ આંખ સામે આવી ગઈ....
   
    
   
    

     

Gujarati Story by Nisha Sindha : 111579580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now