પ્રાર્થના......🙏

"હે ઈશ્વર....., સાવ આવું તે કંઈ કરાય?
તારા ભરોસે જે જીવન ચાલે, એને અટકાવાય?
માંડ ઉંચે ચઢેલા પતંગની, આમ દોર કપાય?
મહેનતથી બનાવેલ માળો, આમ પીંખી નંખાય?
કેટલાયની આશ હતો એ, સૌને રઝળાવાય?
આંખો માં આંજેલા સપના, આમ ભૂંસી નંખાય?

હે પ્રભુ.....,
બસ એટલું કર કે બધાને લાંબુ જીવાડ
અધવચ્ચે પાછા બોલાવી, અધમૂઆને ના માર
જીવ અભાગીયો ના રહે, એક જીંદગી પૂરી જીવાડ
સપના સૌના પૂરાં કરી, સુખનો સ્પર્શ કરાવ

કારણકે.....
૬૦ ની ઉંમર સુધી તો, અહીં બધા બસ દોડે છે
રેટરેસ માં ટકી રહેવામાં, જીવન ક્યાં જીવે છે?
અણસમજ ને અભાવોમાં, સુખદુઃખ વચ્ચે ઝૂલે છે
જીવી લઈશું ૬૦ પછી, એ જ આશ માં ઝૂરે છે

ઘોડીયામાંથી ઘૂંટણીયે આવ્યા, ત્યારથી રોજ શીખવાનું છે
ફરજીયાત છે બધું જ શીખવું, સ્પર્ધામાં ટકવાનું છે
રીતભાત ને સારી મેનર્સ, એટીકેટ્સ શીખવી પડશે
ભણીગણીને સારા માર્કસથી કારકિર્દી ઘડવી પડશે
રમતગમત કે કલા, કારીગરીમાં બી નિપુણ બનવું પડશે
ભણતર ની સાથે સાથે, ટેલેન્ટ પણ હાંસલ કરવું પડશે
ખાલી ઈન્ટેલિજન્ટ નહીં, સ્માર્ટ બી બનવું પડશે
પદ, પ્રતિષ્ઠા, પૈસા સાથે, નામ મોટું કરવું પડશે

ઈચ્છાઓ અને અપેક્ષાઓની, લાંબીલચ વણઝાર છે
આગળ લટકતા ગાજર પાછળ, આંધળી ભાગંભાગ છે
માંડ ભણવાનું પતશે ત્યાંતો, પગ પર ઉભા થવાનું છે
નોકરી ધંધે જોતરાઈને, કમાતા પણ થવાનું છે
ત્યાં ટક્યા તો તરત આગળ, ઘરસંસારની શરૂઆત થશે
માંડ સ્વતંત્ર થયાં ત્યાં તો, જવાબદારીનો ભાર હશે
બેમાંથી ત્રણ-ચાર થવાથી, અપેક્ષાઓ વધતી રહેશે
માબાપની આકાંક્ષાઓ ને મોઘવારી ડસતી રહેશે

પરિવાર ને સાસરીપક્ષ, વળી મીત્રો પણ વધતાં જાશે
ઘર, સમાજ ને વ્યવસાય, એમ ત્રિભેટે અથડાવાશે
ખુદનાં ઘરના સપના સાથે, સંતાનોને ભણાવવાના
ગુજરાનની સાથેસાથે, મોજશોખ પણ પાલવાના
ખુદ ને ખાતર નહીં, હવે બસ ઘર માટે જીવાય છે
શોખ ક્યાંથી પોતીકા, બસ છોકરાઓના પોષાય છે

વધતી ઉંમર સાથે હવે, સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું
ખાવા પર રીસ્ટ્રીક્શન સાથે, દુઃખ ને દર્દ વધી રહ્યું
ધોળા વાળની સાથે હવે, બેતાલાની ભેટ મળશે
બી.પી., સુગર, કોલેસ્ટ્રોલ સાથે દાંતની ટ્રીટમેન્ટ વધશે

છોકરાઓને સેટલ કરીને, આપણે લીલાલહેર હશે
ત્યાં સુધી બસ દોડી લઈએ, પછીથી સુખચેન હશે
૬૦ એ રીટાયર્ડ થઈને, આપણે બસ નિરાંત હશે
એ પછી ક્યાં નથી જીવાતું? પૈસાની પણ હાંશ હશે
સુખને કાલ પર ઠેલી, દિવાસ્વપ્ન માં રાચે છે
ભૂત-ભવિષ્યમાં જીવી, વર્તમાનથી ભાગે છે."

---મોક્ષેશ શાહ...

Gujarati Motivational by Moxesh Shah : 111578425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now