એ મને પૂછે કે તું મારું ક્યાં ધ્યાન રાખે છે
અરે પગલી, ધ્યાન એનું રખાય છે જે આપણા થી દૂર જાય છે
જે પોતાના હોય એની તો સંભાળ રખાય છે
કહે હવે મને ક્યાં ધ્યાન રાખવાની #તમારી જરૂર વર્તાય છે
એ મને પૂછે કે તું મને ક્યાં યાદ કરે છે
અરે પગલી, યાદ એને કરાય જેને દિલ ભૂલી જાય છે
રોમે રોમમાં સમાયેલા જે હોય એ તો દરેક વાતમાં સામેલ હોય છે
કહે હવે મને ક્યાં યાદ કરવાની #તમારી જરૂર વર્તાય છે
એ મને પૂછે કે તું મને ક્યાં પ્રેમ કરે છે
અરે પગલી, તું કરે બેવફા ને આશા મારાથી પ્રેમ ની રાખે છે
પ્રેમ તારો ખોટો છે એટલે તને સમજતાં એ વાર લાગે છે
નહીં તર મર્યા પછી પણ આ દિલમાં તો #તમારી જ વાટ જોવાય છે