તારા મળવાની શું અનુભૂતિ છે એ તું ક્યાં જાણે
મારા શ્વાસ માં તારી જ ખુશ્બુ છે એ તું ક્યાં જાણે
મારા દિલ ના ધબકાર માં તું ધડકે છે એ તું ક્યાં જાણે
મારી આંખો માં તારો જ ચહેરો છે એ તું ક્યાં જાણે
મારા હોઠો પર તારું જ નામ છે એ તું ક્યાં જાણે
તારી બેવફાઈ ના ઘૂંટ પીને જીવું છું એ તું ક્યાં જાણે
જાણી ને પણ અંજાન બનું છું હું એ તું ક્યાં જાણે
તને જ પામવાની આશ લઈ બેઠો છું પણ એ તું ક્યાં જાણે