ભીતર ચાલી રહેલા યુદ્ધની વાત કોને કહુ,
ઉઠી રહેલા મનના તરંગોની વાત કોને કહુ....
આવી રહેલી યાદોની લહેરોની વાત કોને કહુ,
રિસાયેલા તારા મનને મનાવવાની વાત કોને કહુ...
તારી આંખોમાં કાજલ બની સમાવાની વાત કોને કહુ,
બની રહે જીવનભર મારો પ્યાર તું એ વાત કોને કહુ...
એક વાર તારા પ્રેમમાં પાગલ થવાની વાત કોને કહુ,
જીવનભર તારા પ્રેમમાં સમાવવાની વાત કોને કહુ...
રાજેશ્વરી
#યુદ્ધ