બારી માં બેસી હું આજે જોઈ રહી,
રવિવાર નો દિવસ એટલે આરામ નો દિવસ...
વાતાવરણ માં નિરવ શાંતિ ફેલાયેલી, પક્ષી ઓ નો કલરવ , મોર્નિંગ વોક કરતા લોકો,
સાથે રસોડા માં વાગતી કૂકર ની સીટી ...
બધુંજ તો સામાન્ય ભાસી રહ્યું છે!
મને કેમ કંઈ અજુગતુ લાગી રહ્યું છે?!
થોડી ક્ષણો પછી એક પક્ષી આવી ને બારી એ બેઠું .. જાણે મને મારા પ્રશ્ન નો ઉત્તર આપી ગયું ....
“સત્ય વિસરાઈ રહ્યું છે દોસ્તો , બસ એક જ વિનંતી છે અસત્ય ને સત્ય પર હાવી ન થવા દો દોસ્તો”
‘હેત’