શહેરનું વળગણ
મિતાલી અને સાર્થક ડિસેમ્બરના અંત સુધીમાં શહેર છોડી જવાનું જ નક્કી કર્યું હતું. સાચવેલુ સંબંધો નું સરનામું કેમે કરીને મુકાય એમ નહોતું .કદાચ શહેર નું વળગણ હતું.અહીં આવીને જ તો તેમણે નવી જિંદગી જીવવાનું શરૂ કર્યું હતું.નોકરીની તક એમને અહીં લઈ આવી હતી.પણ આજે ઓચિંતી એજ તેના પીડાનું કારણ બની.કંપની ને મોટું નુકસાન થવાથી કર્મચારીને તેની મુખ્ય બ્રાન્ચમાં બદલી કરાયા.સાર્થકનું મન અડગ કરાવી મિતાલીએ સામાન બાંધ્યો.છેલ્લીવાર સ્વપ્ન-મહેલ સમા ઘરને પ્રણામ કર્યા.
ચાવી લઈને પાછા પગલે જ જતી હતી.ત્યાં ..જ સાર્થકનો ફોન રણકયાે..કદાચ કંઈક આશાની જ નિશાની હતી.અને ત્યાં તો....સામે રહેલ વ્યક્તિના શબ્દોએ સાર્થકમાં નવો પ્રાણ પુરી દીધો. મુખ્ય બ્રાન્ચના કર્મચારીઓએ એવી તૈયારી બતાવી છે કે ત્યાં ના કોઈપણ કર્મચારીઓએ પોતાની ડ્યૂટી છોડવી નહિ.... કંપની નું બધું નુકસાન અમે સાથે મળીને ભરપાઈ કરી દેશું પણ કંપની બંધ થવા દેશું નહી.એટલે તમે ફરી કામે લાગી જાઓ....
સાર્થક અને મિતાલીએ મનોમન ઈશ્વર નો આભાર માન્યો ...એવું બની ગયું...." કદાચ ધરતીનું આ વળગણ જ તેને અહીં રોકવાની કારીગરી કરી ગયું જાણે કે ઇશ્વરને કરેલી મૂક અરજી સાક્ષાત્ મંજુર થઈને તેના પાલવમાં વરસી ગઈ."
-ડૉ.સરિતા (માનસ)