આતમનો નાતો
આ આતમ ને મારે તો એક જ છે નાતો!
પછી કેમ પૂછો છો,કરી કેવી વાતો?
એ તો સદાયે પૂછે છે મને ગાતો,
તોય કેમ પૂછો છો,કઈ કોની જાતો?
છે એ મીઠી પવન લહેરી,મસ્ત બની વાતો,
પછી ઉડવા માટે,હું ક્યાં જાતો?
એ તો પીળો થઈ પતંગો,પ્રવાસી બની જાતો,
હું તેની સાથે જ બનીને જાતો પેલી પાંખો.
એ તો ઉંડો ઉજાસ દઈને,દેતો પ્રકાશ ઝાંખો,
તોય હસે છે તે થકી મારી મર્મર આંખો.
આ આતમ ને મારે તો એક જ છે નાતો!
પછી કેમ પૂછો છો,કરી કેવી વાતો?..
-ડૉ. સરિતા (માનસ)