હું પણ રિસાયો અને તું પણ રિસાયેલી હોઇસ તો મનાવસે કોણ ?
આજે તિરાડ છે કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ?
હું પણ ચુપ ને તું પણ ચુપ, તો આ ખામોશી તોડસે કોણ ?
દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું તો આ સબંધ નિભાવશે કોણ ?
દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી તો પહેલો હાથ આગળ વધારશે કોણ ?
તું પણ રાજી નથી કે હું પણ નહિ તો એક બીજાને માફ કરીને આગળ વધારશે કોણ ?
એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં તો આ અહંમ ને હારાવશે કોણ ?
કોણે જીવન મળ્યું છે સદા માટે , તો આ પળમાં એકલા રહેશે કોણ ?
કોઈક દિવસ બેમાં થી એક ની આંખો હંમેશા માંટે બંધ થઇ ગઈ તો
પછી પસ્તાવો કરશે કોણ ?
આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ..
ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ..
એકબીજાની સાથે ... એકબીજાના પ્રેમમાં ... એકબીજાની યાદમાં ..💕