#દુષ્ટ
દુષ્ટ છે આ જમાનો?... ના
દુષ્ટ છે માણસ??... ના
શું છે આ દુષ્ટ??
માણસ ની અંદર છુપાયેલો એનો અહમ છે દુષ્ટ
માણસ નું "હું" ને માત્ર "હું" છે દુષ્ટ
માણસ નો અહંકાર એને દુષ્ટ બનાવે છે
દુષ્ટ તત્ત્વ નો નાશ નથી થતો પણ એને નાથી શકાય
દુષ્ટ તત્ત્વ ના નાશ થી જ સર્વત્ર હર્ષોલ્લાસ નું વાતાવરણ સર્જાય છે
દરેક માણસ ની અંદર નો અહંકાર અને " હું ". પણુ નીકળી જાય તો દુષ્ટ તત્ત્વ નું અસ્તિત્વ જ ના રહે અને પૃથ્વી ઉપર સ્વર્ગ રચાય જાય ....