આ #હંગામી જિંદગી માં
પણ કઈંક તો સ્થાયી શોધું છું
ભલે આપણે હંગામી હોય આ જગમાં
એટલે જ તો આપણો પ્રેમ સ્થાયી કરવા માગું છું
જો સાથ મળે મને તારો આ જગ માં
તો આ જગમાં જ નહી, બ્રહ્માંડમાં પણ તારી સાથે જ રહેવા માંગુ છું
બીજું કંઇ નહીં તો બસ આ જગમાં
આપણી સક્ષીયત સાબિત કરવા માંગુ છું
તું ભળે મારામાં ને હું ભળું તારામાં
આ જિંદગીમાં સુવાસ ફેલાવવા માંગુ છું
આ જગ ને પણ પ્રેમ માં
જીવવાની હર એક ક્ષણ બતાવવા માંગુ છું
કદાચ આ જગ આપણને જોતાં
જીવતા શીખી જાય એવું કંઈક આ જગમાં ઉદાહરણ પૂરું પાડવા માંગુ છું
આ #હંગામી જીવનમાં
એટલે જ તો કંઈક સ્થાયી કરવા માંગુ છું