Gujarati Quote in Poem by HETAL a Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

卐 મને સરનામું મળે.卐


મને મોરપિચ્છ નામનું એક બાનું મળે;
કે મને રાધાને કહ્નાનનું સરનામું મળે;

E-mailની દુનિયામાં તેને શોધી વળીને,
અને Blog પર ન એનું એક ઠેકાણું મળે,

મને મોરપિચ્છ નામનું એક બાનું મળે;
કે મને રાધાને કાનનું સરનામું મળે.

ચારેય દિશાઓ એના નામની મળે,
પણ Direction એનું ન નક્કી મળે,

યમુનાના નીરમાં, ‘ને કદંમ્બનાં પાંદડે;
હવે, બધી Website એની Hang મળે,

મને મોરપિચ્છ નામનું એક બાનું મળે;
કે, મને રાધાને કાનનું સરનામું મળે.

મીરાંને જાણ કરી તો યે હજુય,
મને કાનાનો નંબર ન SEND કરે!

Google આખામાં search કર્યું તો,
ફકત કાનાનો એકાદો ફોટો મળે,

રૂક્મણી તો પુછે છે હજુયે મને;
“ગોકુળમાં કાનો શું આરામ કરે?”

■ગોહિલ હેતલ ચૌહાણ

Gujarati Poem by HETAL a Chauhan : 111567809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now