વિશ્ર્વાસ બધાયને આપી ને , બસ!
મને , હાથતાળી આપીને, ચાલી ગઈ તું!
સારું છે આજ, કાલ આવીશ ઘરે હવે!
એમ સમજાવી ને મને, પરગમન ચાલી ગઈ તું!
“Last Supper”જેમ ઈશુનું, બસ એમ!
છેલ્લું જમણ જમીને, ચાલી ગઈ તું!
હાસ્ય મુખે, સંતોષનું રાખીને બસ!
કડવો એ ઘુંટડો, અમને ગળાવીને ચાલી ગઈ તું!
આમજ જનની શું ,પરાયા ગણયાં તેં અમને!
ને મોતને એટલું “વહાલું”કરી ને, ચાલી ગઈ તું!!!
💕ચાહત💕
#વિશ્વાસ