મંદિર ની અંદર બેઠેલી મુતિઁ જાણે વિચાર કરતી હતી,
મારો જ બનાવેલો મનુષ્ય આજે મને જ બનાવે છે,
પ્રેમ માટે આપેલું જીવન, નફરત થી વિતાવે છે,
આનંદ કરવા આપેલો સમય માત્ર કમાવા માં જ વિતાવે છે,
સેવા કરવા આપેલા હાથ આંગળી ચિંધવામાં વપરાય છે,
શ્રમ કરવા દીધેલા પગ પાટું મારવામાં ખોટી થઇ જાય છે,
બેઠા બેઠા પ્રભુ એ જ મુંજાય છે,શાને એ ખોટી થાય છે.
#મંદિર