Gujarati Quote in Religious by Alpa Maniar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંદીર! શ્રદ્ધા નું ધામ
મંદિરમાં જવાનું હોય આપણાથી જાણે અજાણે થયેલા ખોટા કર્મો ની માફી માંગી આવનાર સમયનો સદ્ઉપયોગ કરી શકીએ તેવા આશિર્વાદ લેવા, પરંતુ રે.....માનવમન
તો મંદિરને પણ વેપારની જગ્યા બનાવી લીધી!
તું લાખ આપ, હું હજાર ધરાવીશ
તું આમ કર, હું આ ખાવાનું છોડીશ
તું તેમ કર, હું આ પીવાનું છોડીશ!!!

મૂરખ!!! એમ વિચાર તો ખરો કે રામભગવાન પણ માનવ તરીકે અવતર્યા ત્યારે વનવાસ અને વિજોગ બંને સહ્યા
વાનર ની મદદ લઇ યુદ્ધ પણ જાતે લડ્યા
તે શિવજી ની પૂજા કરતા પરંતુ પોતાના કર્મયુદ્ધ તો જાતેજ લડ્યા
એવુજ કંઇક કૃષ્ણ નું પણ !
જન્મ જેલમાં માત પિતા નો વિરહ બાળપણ એક પછી એક રાક્ષસ થી વીંટળાયેલુ, રાધા નો વિરહ, જરાસંઘ શીશુપાલ નો ત્રાસ, પણ ભગવાન ને તો એમણે પણ ના બાંધ્યા

ટૂંકમાં ભૌતિક સુખ જ માંગવા હોય તો મંદિરમાં ના જશો ભગવાન તે તો ક્યારેય લાયકાત વગર નથી જ આપવાનો

હા લાયકાત વઘારવાના આશિષ ચોક્કસપણે આપશે

મંદિર આંખ બંઘ કરી સ્વ ને ઓળખવા માટે છે, સામે ઉભી મૂર્તિ ના સંધર્ષ ને યાદ કરી મનોબળ વધારવા માટે છે
.

કટોરો લઇ ભીખ તો બહાર પગથિયાં પાસે બેસીને જ મંગાય......
#મંદિર

Gujarati Religious by Alpa Maniar : 111566773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now