#મંદિર
રોજ,
સાંજે,
ઝાલર ટાણે,
હું તારે મંદિરે આવું.
બંધ કરી,
આંખોને ,
તને જોવાને,
મન મક્કમ રાખું,
તને ખબર છે!
મારા મનમાં શું ચાલે છે?
ને છતાં તું મુંગો છે.
ખોલને તારી આંખના તાળા,
ખોલને તારા હોંઠનાં તાળા,
મને થોડો ઉપાય બતાવ,
મારે જીવવું કે મરવું?
તું બન્યો ત્રિનેત્રધારી
તારી આંખોમાં છે ખામોશી.
તું ઊભો છે મૂંગો મૂંગો
મને ચઢાવી વેશ ભીખારી.
ને આગળ જાતાં, -
તે દીલમાં મીઠું સ્પંદન આપ્યું,
દર્દનું શીતળ ચંદન આપ્યું,
રે રે મનવા હવે સુધરી જા!
આંખોમાંથી ગંગાજળ છલકાવ્યું .
દૂર તું ક્યાંય બેઠો છે આઘેરો,
હવે તો થોડો નીકટ આવી જા......
મારી પાસે નથી સમય જાજેરો,
મળવા ને એકવાર આવી જા!
ઓ સાવરીયા,,
તું પળવાર આવી જા,
આખા બ્રહ્માંડને માપી જા,
બસ, એકવાર આવી જા,
કે મારા દિલદાર આવી જા,
આંખોમાં ચોધાર આવી જા,
નયન સુકાયા, સુક્કા રણ છે -
બની મૃગજળના પડછાયા બસ,
આવી જા.........
- હેતલ ગોહિલ ચૌહાણ