"સાંભળો છો, સાંજે થોડા વહેલા ઘરે આવી જજો."
"કેમ? "
"આજે સાંજે માતાજીની આરતી અને પ્રસાદનો વારો લીધો છે દેવેનના નામે, એટલે આપણે પણ સાથે જવાનું છે."
"જી, આવી જઈશ."
પુત્ર અને પુત્રવધૂનો વાર્તાલાપ સાંભળી રહેલા, ઘરના ખુણામાં બેઠેલા મણીમા સજળ નયને મનમાં જ માતાજીને આરતી પ્રસાદના વધામણા આપવા લાગ્યા.
સમી સાંજના થાળી આવી, બપોરનું શાક, છાશ અથાણું ને રોટલી, "જમી લેજો. અમારે રાતના આવતા મોડું થશે. માતાજીનો પ્રસાદ લઈને જવાનું છે."
લાડુ ભરેલા થાળ તરફ એક મીટ માંડીને મણીમાએ પોતાનું જમવાનું જમી લીધું.
તેજલ વઘાસીયા
#મંદિર