આરતી ટાણે વાગે રૂડા, ઝાલર ઢોલ નગારા રે,
મંદિરમાં શોધે છે ઈશ્વર, બધા થઈ અધીરા રે.
પૂજારી કરે સાત દિવડા, તાળીઓ ના તાલે રે,
મસ્તક જુકાવી નમન કરે, થાય તારા વાલા રે.
વર્ણન કરતાં સોભાગી, નરસિંહ મીરાં તારા રે,
પાવન થાય તન મન ને, ધન દોલતથી ન્યારા રે.
નિત મંદિરના દર્શન કરે, સફળ સપના તેના રે
બળ બુદ્ધિ ને વિદ્યા વધે, કૃપા ઈશ્વરની તેને રે
#મંદિર